“સર્વરલેસ” કમ્પ્યુટિંગ એ ક્લાઉડ કમ્પ્યુટીંગ એક્ઝેક્યુશન મોડલ છે, જેમાં cloud vendor તેમના ગ્રાહકો વતી સર્વરની સંભાળ રાખીને, જરૂરિયાત મુજબ IT રિસોર્સીસ ની ફાળવણી કરે છે.
“સર્વરલેસ” એ અર્થમાં ખોટું નામ છે, કારણ કે cloud માં સર્વિસીસ ચલાવવા માટે કલોઉંડ vendor દ્વારા સર્વર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
ખરેખર તો “સર્વરલેસ” કમ્પ્યુટિંગ નો મતલબ એવો છે કે, સર્વર્સ વિશે વિચાર્યા વિના એપ્લિકેશન અને સેવાઓ બનાવવા અને ચલાવવા ની વ્યવસ્થા.
“સર્વરલેસ” શબ્દનો અર્થ એ નથી કે સર્વર્સ હવે સામેલ નથી. તેનો સીધો અર્થ એ છે કે developers હવે તેમના વિશે વધુ વિચારવાની જરૂર નથી. સર્વરલેસ developer ને તેમનું ફોકસ સર્વર લેવલથી ટાસ્ક લેવલ પર શિફ્ટ કરવા દે છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુટિલિટીમાં પરિવર્તિત કરે છે.
તે તમને તમારા પરિસરમાં જ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કર્યા વિના અને જાળવણી કર્યા વિના તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. Internet દ્વારા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
સામાન્ય રીતે “પે-એઝ-યુ-ગો” મોડલનો ઉપયોગ કરે છે જે મૂડી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે. મતલબ કે જે પ્રમાણ માં IT Resources નો ઉપયોગ કરવામાં આવે તેટલો જ ખર્ચ થાય છે.
મોટા ક્લાઉડ વિવિધ સ્થળો પર કાર્યો કરતા હોય છે, દરેક સ્થાન ડેટા સેન્ટર હોય છે.
ક્લાઉડ કોમ્પ્યુટીંગ સંસાધનોની વહેંચણી પર આધાર રાખે છે જેથી કરીને સંસાધનોની વહેંચણી અને સ્કેલની અર્થવ્યવસ્થા પ્રાપ્ત થાય.