License Source (પરવાનગી સ્ત્રોત) Vs Open Source (ખુલ્લા સ્ત્રોત)

Open Source Software and Licensing – A Primer | Kynetics - Technical Notes

સો પ્રથમ તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શુ ? એની સમજણ લઈએ.

કોમ્પ્યુટર-મોબાઈલ-ટીવી કે બીજા કોઈ ભી ડિજિટલ સાધન શરૂ કરવાં માટે જે સિસ્ટમ (ગોઠવણ) ની જરૂર પડે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.

આજે મારે જે માહિતીઆપવી છે એ કોમ્પ્યુટર માં ઉપયોગ થતી ઓપરેટિંગ સિસ્ટમ ની છે. 

સામાન્ય રીતે ભારત માં જેટલા લોકો કોમ્પ્યુટર ઉપયોગ કરે છે તેમાં વિન્ડોઝ (License Source) ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. પણ ખુબજ ઓછા લોકો ને ખબર છે કે વિન્ડૉઝ એ લાઇસન્સ સોફ્ટવેર છે. 

તેને ઉપયોગ કરવા માટે તેનું લાઇસન્સ લેવું પડે, જે રૂપિયા 4000-5000 ની કિંમત નું હોય છે, એ ભી ફક્ત એક જ કોમ્પ્યુટર માટે, જો બીજા કોમ્પ્યુટર માટે જોતું હોય તો ફરી પાછા તેટલા જ રૂપિયા ખર્ચ કરવા પડે.

આ તો ફક્ત ઓપરેટિંગ સિસ્ટમની વાત થઇ, જો તે કોમ્પ્યુટરમાં બીજા કોઈ સોફ્ટવેર જોઈતા હોય તો તેના માટે પણ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

પરંતુ જો કોઈ લાઇસન્સ ઓપરેટિંગ સિસ્ટમ કે સોફ્ટવેર ન જોઈતા હોય તો open source ને ઓપરેટિંગ સિસ્ટમ માટે પસંદ કરી શકાય છે.

Watch “Webinar on Ubuntu Operating System (OS) – Gujarati” on YouTube

✔️ ઑપરેટિંગ સિસ્ટમ (OS) કમ્પ્યુટર હાર્ડવેર સાધનો વ્યવસ્થા અને કોમ્પ્યુટર પ્રોગ્રામ માટે સામાન્ય સેવાઓ પૂરી પાડે છે કે જે સોફ્ટવેર એક સંગ્રહ છે.
✔️ ઉબુન્ટુ (અંગ્રેજી Ubuntu) એ કોમ્પ્યુટરની એક (free) મફ્ત ઓપરેટિંગ સિસ્ટમ છે.
✔️ ઉબુન્ટુ ડેબિયન (Debian) આધારીત લિનક્ષ (Linux) જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે.
✔️ તેનું નામ દક્ષીણી આફ્રિકી ભાષાનો શબ્દ ઊબુન્ટુ (અન્ય તરફની માનવતા) ની પાછળ રાખવામાં આવ્યું છે.
✔️ ઉબુન્ટુ મુખ્યત્વે વ્યક્તિગત કોમ્પ્યુટરો પર વાપરવા માટે રચાયેલ છે, જોકે તેની સર્વર આવૃત્તિ પણ અસ્તિત્વમાં છે.
✔️ ૨૦૧૨ માં થયેલ સર્વે અનુસાર ઉબુન્ટુ એ સૌથી લોકપ્રિય ડેસ્કટોપ/લેપટોપ માં વપરાતી લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ છે. જે સર્વર અને કલાઉડ કોમ્પુટીંગ માં પણ લોકપ્રિય છે.
✔️ ઉબુન્ટુ એ દક્ષિણ આફ્રિકન ઉદ્યોગસાહસિક માર્ક શટ્ટલવર્થની યુ.કે.-સ્થિત કંપની કેનોનિકલ લિ. દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે.
✔️ કેનોનિકલ ઉબુન્ટુ સંબંધિત ટેક્નીકલ સેવાઓના વેચાણ દ્વારા આવક પેદા કરે છે, જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ સંપૂર્ણપણે મફ્ત છે.
✔️ ઉબુન્ટુ પ્રોજેક્ટ મુક્ત સોફ્ટવેર વિકાસ સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.
✔️ એ GNU જનરલ પબ્લીક લાયસન્સ (GNU GPL અથવા જીપીએલ) અંતિમ વપરાશકર્તાઓ લોકો, સંસ્થાઓ, કંપનીઓ નો ઉપયોગ કરવા સ્વતંત્રતાઓ, અભ્યાસ, શેર (નકલ) બાંયધરી આપે છે,
✔️ સોફ્ટવેર સુધારવા જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મુક્ત સોફ્ટવેર લાયસન્સ છે.
✔️ એ GNU જનરલ પબ્લીક લાયસન્સ (GNU GPL અથવા જીપીએલ) અંતિમ વપરાશકર્તાઓ લોકો, સંસ્થાઓ, કંપનીઓ નો ઉપયોગ કરવા સ્વતંત્રતાઓ, અભ્યાસ, શેર (નકલ) બાંયધરી આપે છે,
✔️ સોફ્ટવેર સુધારવા જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મુક્ત સોફ્ટવેર લાયસન્સ છે.
✔️ Berkeley Software Distribution (BSD) લાઇસન્સ સોફ્ટવેર પુનર્વિતરણ, ઉદાર મુક્ત સોફ્ટવેર લાયસન્સ એક કુટુંબ છે.
✔️ બર્કલે સોફ્ટવેર વિતરણ (BSD), એક યુનિક્સ જેવી ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Follow me @
https://raviroza.blogspot.com/
https://www.facebook.com/ravi.oza.it
https://twitter.com/raviozaIT
https://www.youtube.com/user/ravioza101

RaviROza #UbuntuOS #Gujarati