‘ડિજિટલ આર્કિટેક્ટ’ – યુવાનો માટે કારકિર્દી ની ઉત્તમ તક
નવા જમના માં, જમના પ્રમાણે ના ટ્રેન્ડ મુજબ કારકિર્દી ઘડવી એજ સમય ની જરૂરિયાત છે. એ સાથે આ તે વરી એવી રાહ છે કે જ્યાં ઈચ્છા મુજબ સેલેરી પણ મેળવી છે. આજના ડિજિટલ યુગ માં કેરિયર માટે ની ઉત્તમ તકો છુપાયેલી છે, તેમાંની ‘ડિજિટલ આર્કિટેક્ટ’ પણ એક છે.
‘ડિજિટલ આર્કિટેક્ટ’ શું છે ?
ડિજિટલ આર્કિટેક્ટ એક ખાસ પ્રકાર નો વ્યવસાય છે. તેની અંદર જુદી જુદી ઇન્ફોરમેશન ટેક્નોલોજી નો ઉપયોગ કરી કમ્પની દ્વારા ઓવર-ઓલ ટર્નઓવર, પ્રોફિટ, માર્કેટ ટ્રેન્ડ, માર્કેટિંગ વગેરે જેવા લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવે છે.
તેની અંદર ડેટા સાયન્સ , કલાઉડ કોમ્પ્યુટીંગ, ડેટા એનાલિસિસ, બિઝનેસ એપ્લિકેશન, આર્ટીફીસીયલ ઇન્ટેલિજેંસ, સેકયુરિટી ઇન્ટેલીજેન્સ, ટ્રેડિશનલ સાયન્સ અને ડિજિટલ 3-d પ્રિન્ટિંગનું સંકલન કરવામાં આવે છે.
આ ક્રમ માં બિઝનેસ સાથે જોડાયેલ અગત્યના નિર્ણય IT આધારીત ટેક્નોલોજી થી પ્રાપ્ત કરેલા વિશ્લેષણ દ્વારા મેળવામાં આવે છે. અને આજ કારણસર મોટી કંપની ઓ ડિજિટલ ટેક્નોલોજીમાં વિભિન્ન રીતે માહિતગાર હોય તેવા લોકો ને રાખે છે. જે મેનેજમેન્ટ ને યોગ્ય નિર્ણય લેવામાં મદદ રૂપ થાય છે.
જવાબદારીઓ કેવી હોય છે?
- કંપની દ્વારા IT ટિમ ને માર્ગદર્શન આપવા તેમજ નિર્ધારિત લક્ષ્યને પાર પાડવામાં આડે આવતી સમસ્યાને દૂર કરવું એ ડિજિટલ આર્કિટેક્ટ નું મુખ્ય કાર્ય છે.
- IT ટુલ્સની મદદ થી મેનેજમેન્ટ ને સમયાંતરે વૈકલ્પિક સમાધાનો થી વાકેફ કરવુ.
- કંપની ની સેવા કે વસ્તુ પર ગ્રાહકોના ફીડબેક અને અભિપ્રાય લઇ તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય.
- નવી ટેક્નોલોજી ની ઓળખ કરવી અને કંપની તેને અપનાવે તે માટે પ્રયત્ન કરવા.
‘ડિજિટલ આર્કિટેક્ટ’ માટે તક ક્યાં છે ?
- મલ્ટી-નેશનલ કંપનીઓ થી લઇને લોકલ લેવલની કંપનીઓ માં આવા ટ્રેન્ડ પ્રોફેશનલ માટે નોકરી તક રહેલી છે.
- સેલેરી અને ભથ્થા IT કંપની ના અલગ-અલગ વિભાગમાં મેળવેલી લાયકાત ના આધારે નક્કી થાય છે.
- આવા પ્રોફેશનલ્સ ને મૅનેજમેન્ટ હોદાના સમકક્ષ વેતન મળી રહે છે.
રસનું ક્ષેત્ર
- પ્રોફેશનલ્સ માટે માત્ર IT ના જાણકાર હોવું પૂરતું નથી. સાથે સાથે બિઝનેસ માં પણ તેમને રસ હોવો જરૂરી છે.
- BCA / PGDCA / MCA / Engineering કરેલા યુવાનો માટે કારકિર્દી બનાવવાનો આ ઉત્તમ માર્ગ છે. આ માટે યુવાનો એ IT ક્ષેત્ર માં આવનારી નવી નવી technology થી ઉપડૅટ થવું જરૂરી છે.
- આ ક્ષેત્ર માં જેમ જેમ આગળ વધશે તેમ તેમ રોજગારી ના નવા વિકલ્પો મળતા રહેશે.
ડિગ્રી કોર્સીસ
- આ ક્ષેત્ર માં ઓળખ બનાવ માટે BCA / PGDCA / B. Tech (IT-Computer Science) ઉપરાંત SAP, Big – Data, AI, Cloud Computing, Oracle, Java, PHP, .Net જેવી ટ્રેનિંગ ની જરૂર છે.
- હાલ ના તબક્કે સરકારી સંસ્થાઓ માં આ વિષય ને અનુરૂપ કોઈ પણ સ્પેશ્યલ ડિગ્રી કે માસ્ટર કોર્ષ ઉપલબ્ધ નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ કારકિર્દી બનવા ઇચ્છતા હોય તેઓ BCA (ધોરણ – 12 પછી), PGDCA (ગ્રેજ્યુએટ થયા પછી) કરીને અનેક પ્રકાર ના IT ટુલ્સ શીખી શકે છે.
- અનેક પ્રકારના IT ટુલ્સ માં નિપુણ થઇ ડિજિટલ આર્કિટેક્ટ બનવાની યોગ્ય તક મળી રહે છે.