જાવા ક્લાસ (class) પર આધારિત, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ (OOP) અને જનરલ પરપઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે
1995 માં જેમ્સ ગોસલિંગ જાવા નો આવિષ્કાર સન માઇક્રો સિસ્ટમ લેબ માં કર્યો હતો, તેને Dr. Java ના નામ થી પણ ઓળખાવા માં આવે છે.
એક વાર જાવા લેન્ગવેજ માં બનાવેલો પ્રોગ્રામ કોઈ પણ કમ્પ્યુટર માં રન થઇ શકે છે (write once read anywhere), પ્રોગ્રામર ને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ મુજબ અલગ અલગ પ્રોગ્રામ બનાવવાની જરૂર રહેતી નથી, જેથી પ્રોગ્રામર નો એક કામ વારંવાર કરવાથી સમય બચે છે, અને વધારે સારો પ્રોગ્રામ બનાવી શકે છે.
દા.ત. : ‘સી’ લેંગ્વેજ માં બનાવેલો વિન્ડોઝ પ્લેટફોર્મ માટે નો પ્રોગ્રામ ફક્ત વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ ચાલે, જો આ પ્રોગ્રામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માં રન કરવો હોય તો તે પ્રોગ્રામ ફરી વખત લિનક્સ પ્લેટફોર્મ માટે બનાવવો પડે છે.
વધારે બીજી વાત ન કરતા આપણે સીધા જાવા લેંગ્વેજ શીખવાની શરૂઆત કરીએ.
જાવા પ્રોગ્રામ નું માળખું નીચે મુજબ છે.
class raviroza
{
public static void main(String[] args)
{
// java statement
System.out.println (“welcome to www.raviroza.com !”);
}
}
ઉપર ના પ્રોગ્રામ પર થી જાણી શકાય છે કે જાવા માં પ્રોગ્રામ ની શરૂઆત class થી થાય છે, અને main method પણ class ની અંદર જ બનાવામાં આવે છે, માટે જ જાવા ને સંપૂર્ણ પણે OOP language તરીકે જોવામાં આવે છે, કારણ કે તેમાં main method પણ class ની અંદર જ બનાવામાં છે. જો તમે C++ જાણતા હશો તો ખ્યાલ હશે કે તેમાં main method class ની બહાર બનાવામાં આવે છે – જે OOP ના નિયમ ની વિરુદ્ધ છે.