આધાર

“આધાર” હકીકતમાં અગત્યનો છે.

આધાર માતા પિતાનો સંતાન ને હોય.

આધાર શિષ્યને ગુરુનો હોય.

આધાર લાઈફ પાર્ટનરને એક બીજાનો.

આધાર સંબંધોને વિશ્વાસનો.

આધાર પ્રેમ ને લાગણીઓ નો.

આધાર પંક્તિઓને ને શબ્દોનો.

આધાર ભક્તને ભાગવાનનો.

આધાર ભક્તિને શ્રધ્ધાનો.

આધાર આજના યુવાન – યુવતીઓને ઇન્ટરનેટનો.

આધાર “આજના” વડીલોને whatsapp નો.

મુખવાસ….

બાકી આજ કાલ તો ભારતના લોકો બીજા બધા આધાર ભૂલી બસ એક “મારો આધાર” (આધાર કાર્ડ), નવા બનાવવા અને હોય તો જૂના સુધારવા ની ભાગદોડ માં જ છે.

Leave a Comment