વેકેશન

– વેકેશન એટલે લાંબી રજાઓ –
અને રજા એટલે રોજિંદા જીવન માં થી લેવાતો બ્રેક મારા અવલોકન પ્રમાણે વેકેશન
1. મામા નું ઘર ભાણેજ થી છલકાતું અને મામા ભાણેજ વચ્ચે છલકાતી લાગણી.
2. દીકરી ને પોતાનું બચપણ જ્યાં વિતાવ્યું તે જગ્યા (પિયર) જવાની ઉતાવળ અને સાસરા ના કામ ની થોડા દિવસ ની નિરાંત.
3. દાદા દાદી ને પોતાના પૌત્ર પૌત્રી થી અલગ રહી પસાર કરવો પડતો લાંબો સમય.
4. નાના નાની માટે દીકરી અને તેના સંતાનો સાથે રહેવાનો ટૂંકો સમય.
5. બાળકો માટે ભણતર નો બોજ (આજ ના યુગ માં) સહન કરી ત્યાર બાદ મરજી પડે એ કરવાનો સમય.
6. અને મારા જેવા નવા નિશાળિયા (કંઈક લખવા) માટે નો પ્રયત્ન કરનાર ને મળતો સમય.

Leave a Comment